નકાબ

(64)
  • 4.5k
  • 8
  • 1.4k

નકાબ(The naked truth of our society)સમય - સવારનાં 10 કલાકસ્થળ - સિટી પોલીસ સ્ટેશન રાજકોટ પોલીસ સ્ટેશનમાં બધા કર્મચારીઓ આવી ગયાં હતાં, અને રાબેતા મુજબ દૈનિક કામ પણ શરૂ થઇ ગયું હતું, એટલીવારમાં પી.એસ.આઇ રોનક શાહ પણ આવી પહોંચ્યા, બીજા બધા કર્મચારીઓએ રોનક શાહને સલામી ભરી, અને રોનક શાહે પણ સલામી ભરી પોતાની કેબીન તરફ ચાલવા લાગ્યાં. કેબિનમાં પોતાની ખુરશી પર બેસતાની સાથે જ રોનક શાહે પોતાના ટેબલ પર રહેલ કોલબેલ દબાવ્યો, થોડીવારમાં પ્યુન રમેશભાઈ આવી ગયાં, રોનક શાહે રમેશભાઈને એક કડક ચા લઈ આવવાનું કહ્યું,થોડીવારમાં રમેશભાઈ ચા લઈને આવી પહોંચ્યા, અને રોનક શાહ ચાની ચૂસકીઓ મારવા લાગ્યાં, એવામાં તેમનાં ટેબલ