નો રીટર્ન-૨ ભાગ-૬૫

(305)
  • 6.9k
  • 11
  • 4.9k

નો રીટર્ન-૨ ભાગ-૬૫ કોઇ મવાલી વ્યક્તિની જેમ સાવ બેશર્મ રીતે નીચે પડયો પડયો હું હસતો હતો અને અનેરી ગુસ્સા અને આઘાતથી ધ્રુજતી મને કાચોને કાચો ફાડી ખાવાની હોય એમ તાકી રહી હતી. બરાબર એ જ સમયે વિનીત તંબુમાં અંદર દાખલ થયો. કોણ જાણે અચાનક એ ક્યાંથી ટપકી પડયો હતો. તેની નજર પહેલાં અનેરી ઉપર પડી. અનેરીની આંખોમાંથી ઉભરાતું પાણી અને ભયાનક ગુસ્સાથી તરડાયેલો ચહેરો જોઇને તે સમજી ગયો કે જરૂર તેની સાથે કશુંક અજૂગતું બન્યું છે. અને પછી નીચે ફર્શ ઉપર મને પડેલો જોઇ તેની એ ધારણાંની સાબીતી પણ મળી ગઇ. “ અનેરી... અહીં શું થયું છે...? ”