આ મારા મનમાં ઉદભવેલ શબ્દોને પંક્તિમાં રૂપાંતરિત કરવાનો એક પ્રયાસ છે. હું કોઈ લેખક નહીં પણ અનુભવને શબ્દમાં લખું છું, બહુ સરળ શબ્દોમાં લખું છું. અહીં થોડી કવિતાઓ રજુ કરું છું..1) "શિવ"પ્રીત કરી પરમેશ્વરને, ભજું હું અંતઃ:મનથી આસ્થા તુજમાં રાખી, નમું હું પથ્થરને દિલથી,હર તિથિ વારને આસ્થા, કરું હું ઉપવાસથી,અભિષેક-દીપ-ધૂપ-કીર્તન, કરું હું પાઠ સ્મરણથી, જાહેર કરું પ્રીત તુજને, ફરીને ચારધામથી, દાન-પુણ્ય-સેવા-ભક્તિ, કરું હું ભક્તિભાવથી, ખુબ ભજું હું પથ્થરના શિવને,તો દોસ્ત! કેમ છે વેરઝેર?જીવ જીવમાં વસતા શિવથી???-"દોસ્ત" ૨) "કૃષ્ણલીલા"અંતઃ:મનથી તું મળે ને દ્રશ્ય સુંદર સ્વપ્નમાં;હે કૃષ્ણ! સ્મરણ તારા તાજા થાય, ર્હદયમનમાં;વાંસળીના સુરથી તારા ખીલે પુષ્પ પાનખરમાં;રાસલીલા વૃંદાવનની