વ્હાઇટ ડવ ૧૮

(132)
  • 4.6k
  • 7
  • 3k

સાપુતારાના શિલ્પી રિસોર્ટમાં ડૉક્ટર રોય કાવ્યા અને શશાંક આગળ કાપાલીનો ભૂતકાળ, એનો ઇતિહાસ વર્ણવી રહ્યા હતા. કાપાલીનું શરીર બળી ગયું હતું. આત્મા સ્વરૂપે ફરતાં કાપાલીએ જ્યોર્જ વિલ્સનની મદદ કરી હતી. એની બે દીકરીઓને સંદુકમાં પુરાઈને મરવાની ફરજ પાડનાર એ બંને નરાધમો કાપાલીના લીધે જ સજા પામ્યા હતાં. એ બંનેનું શરીર સડી ગયેલું અને કીડાથી ખદબદતા દેહ સાથે તડપી તડપીને એ લોકોએ જીવ કાઢેલો. એ વખતે જ્યોર્જના શરીરમાં રહેલો કાપાલી એ લોકોને વારંવાર સામે દેખાતો હતો. એમને મરતી વખતે ખબર હતી કે આ ભયાનક સજા એમને કેમ મળી, કોણ આપી રહ્યું છે આ સજા! જ્યોર્જના જીવનનું એક માત્ર લક્ષ્ય પૂરું થઈ