ચીસ -6

(204)
  • 9.5k
  • 8
  • 5.7k

(પાછળના ભાગમાં આપણે જોયુ કે હવેલીમાં અંગ્રેજ મહિલાને ઉઠાવી લાવેલા જ્યાં એક વિસ્ફોટને પગલે મિત્ર સુખો અને મહિલા ગાયબ થઈ જાય છે. કામલેના પગમાં કાચ ખૂપી જાય છે હવે આગળ...) રઘુએ તોતિંગ દરવાજાની મધ્યમાં ખુલી ગયેલા બાકોરામાંથી જે દ્રશ્ય જોયું એક ખૂબ જ ભયાનક હતું.પેલી અંગ્રેજી યુવતીએ જૂનીપુરાણી એક ગ્લાસની બોટલનો જેવો ઘા કરેલો એવો જ મોટો બ્લાસ્ટ થયેલો. જબરજસ્ત ધમાકામાંથી જન્મેલા ધુમાડાના વિસ્તરી રહેલા સામ્રાજ્ય વચ્ચે બધાંની હાજરી જાણે વિલુપ્ત થઈ ગઈ. આંખો પરસ્પરને જોવા ઓશિયાળી થઈ ત્યારે એક કારમી દર્દનાક ચીસ ચારેના કાનમાં ખૂપી ગઇ હતી. ધુમ્મસ ઓસરતાં પોતાનો એક સાથી સુખો અને અંગ્રેજ મહિલા ગાયબ