પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 6

(90)
  • 4.6k
  • 3
  • 2.7k

સાગરે ફોનમાં અજાણ્યો નંબર જોઇ ફોન ઉપાડ્યો તો ખરો પણ પછી વાત કર્યા પછી એણે ગંભીરતાથી વાત સાંભળ્યા પછી મળવાનું વચન આપીને ફોન મૂક્યો. કૌશલ્યા બહેને પૂછ્યું કે તું કેમ આમ અચાનક ગંભીર થઇ ગયો ? કોનો ફોન હતો ? શું વાત છે ? સાગરે કહ્યું"અરે માં કોઇ ચિંતાજનક વાત નથીજ નંબર અજાણ્યો હતો પરંતુ વ્યક્તિ જાણીતી હતી કોઇ ચિંતા ના કર. " તો કોનો હતો એ કહેને ? સાગરે કહ્યું હમણાં તે વાત કરી ને એ મારી મિત્ર અમીનો હતો અને એને કંઇ ખાસ કામ છે એટલે મળવા બોલાવ્યો છે. તું નાહક આમ ચિંતા કરે છે. "ઓહ ઓકે