એકાએક બહાર થયેલાં કોઈ અવાજથી મારી આંખ ખુલી હતી. મને સમયનો કોઈ અંદાજ ન હતો. દિવસ હતી કે રાત એ પણ અંધારાને લીધે નક્કી કરી શકાય તેમ નહોતુ કેમકે ત્યાં કાયમને માટે જાણે એક સરખુ જ અંધારું હતું. હું પોતાની જગ્યા પરથી ઉભી થઈ. મારે ઉભા થવા માટે મહેનત કરવી પડી. બહુ મહેનત. મહામહેનતે ઉભી થઈ એમ કહો તો પણ ચાલે. મારી જાતને દીવાલ સાથે એક હાથથી પ્રોપીંગ કરીને હું આગળ ખસવા માંડી. મારે ચાલવા માટે દીવાલનો ટેકો લેવો પડતો હતો કેમકે મારા શરીરમાં ખુબ અશક્તિ આવી ગઈ હતી. હું કઈ તરફ જઈ રહી હતી અને