હું કોઈ લેખક નથી. હું આજે જે લખી રહ્યો છું તે મારો અંગત પ્રશ્ન પણ છે. આ વાત વિશે 2012 થી વિચારતો હતો ને ઘણીવાર બીજા વ્યક્તિઓ સાથે થોડી ચર્ચા પણ કરી છે. પણ આજે 26 જાન્યુઆરી ના દિવસે જ્યારે બધા દેશભક્તિ ના મેસેજ અને ફોટો મોકલી એકબીજાને અભિનંદન પાઠવી રહ્યા છે, ત્યારે મને આ વાત બધા સુધી પહોંચવી જોઈએ તેમ લાગ્યું.આપણે બધા R.T.O.ના P.U.C. વિશે તો જાણીએ જ છીએ અને આપણા વાહન માટે તે કઢાવતા પણ હશું. વાયુ પ્રદૂષણ માટે વાહનોમાંથી નીકળતો ધુમાડો ઘણો જવાબદાર છે. તે ઘટાડવા અને વાહન માંથી પ્રદુષણ ઓછું થાય તે માટે આ P.U.C.( પોલ્યુશન અન્ડર કંટ્રોલ ) કાઢવામાં આવે છે. તે માટે વાહનમાંથી નીકળતા ધુમાડા ને ચેક