સંભવામિ યુગે યુગે ભાગ ૨૧

(70)
  • 3.9k
  • 4
  • 1.9k

એક આશ્રમ માં રાત્રે ૧૨ વાગે યજ્ઞ ચાલી રહ્યો હતો ફાકે બેજ વ્યક્તિ હાજર હતી એક વ્યક્તિ મંત્ર બોલીને આહુતિ આપે જતી હતી અને બીજી વ્યક્તિ હાથ બાંધીને પાછળ ઉભી તેના દરેક આદેશ નું પાલન કરતી હતી . સાધારણ યજ્ઞ કરતા આ યજ્ઞ જુદો લાગતો હતો તે ત્યાં પડેલી વસ્તુઓ થી ફલિત થતું હતું . યજ્ઞ કુંડ ની બાજુમાં એક ખોપરી હતી જેમાં રક્ત ભરેલું હતું નજીકમાં એક દારૂની બોટલ પડી હતી અને આહુતિ આપવા માટે હાડકાંમાંથી બનવેલું સાધન. જટાશંકરે ઘાંટો પાડીને કહ્યું ત્રીજી બળી આપવાનો સમય થઇ ગયો છે જા લઇ આવ . પાછળ ઉભેલી વ્યક્તિ એક ૮