સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 3

  • 8.6k
  • 2
  • 3.1k

સમગ્ર દુનિયા પ્રકૃતિએ રચેલી છે. મનુષ્ય પણ પ્રકૃતિએ રચેલું રમકડું છે. આજે ક્વોન્ટમ મુવમેન્ટ ઉપર રીસર્ચ કરનારા વિજ્ઞાનીઓ કહી રહ્યા છે કે The man is a toy of nature. તેથી જેની પ્રકૃતિ સંમતુલીત છે તે મનુષ્ય સુખમય છે અને જેની પ્રકૃતિ વિકૃત થઈ અસંમતુલીત થઈ છે તે જ દુઃખી છે. પ્રકૃતિ ત્રણ ગુણોથી રચાયેલી છે. તેથી પ્રકૃતિને ત્રિગુણાત્મક કહેવામાં આવે છે. પ્રકૃતિના આ ત્રણ ગુણો સત્વ, રજસ અને તમસ છે.