આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૭ખાન સાહેબના મોબાઇલ પર સતત સુજાતાના ફોન આવતા હતા એટલે તેમણે મેઘાની પુછપરછ અટકાવીને કહ્યું, "થોડીવાર મેઘા અને મોહીત તમે પાણી પીને સ્વસ્થ થઇ જાઓ. પુછપરછ થોડીવાર પછી શરૂ કરીએ છીએ."ઇન્સપેક્ટર વીણાને તે બંને પર નજર રાખવાનું કહી ખાન સાહેબ ફોન પર વાત કરવા રીમાન્ડ રુમની બહાર આવે છે, બહાર આવીને જોયુ તો સુજાતા, પિન્ટો અને મેઘાના પરિચિત લોકો ત્યાં આવી પહોંચ્યા હતાં. તે લોકો મેઘાની ધરપકડનો વિરોધ કરતા હતાં અને મેઘા અને મોહિતને છોડાવી જવાની જીદ કરતા હતાં.ખાન સાહેબે ઇશારો કરતા ઇન્સપેક્ટર નાયકે બધાને કડક શબ્દોમાં સમજાવ્યા અને પુછપરછમાં અડચણ