"અરે! આ તારી પાસે ક્યાથી? "આદિના હાથમાં પોતાના રીપોર્ટવાળું એન્વેલપ જોઈને કે. કે. થોડો ખાસિયાણો પડી ગયો. તેનુ જૂઠ પકડાઈ ગયુ હતું. તેણે એન્વેલપ પાછુ મેળવવાની કોશિશ કરી, પણ આદિ છટકીને ભાગ્યો. તેનો એન્વેલપ વાળો હાથ હવામાં હતો અને તે પાછળ દોડતા કે. કે. તરફ નજર કરી બોલ્યો, " ગાડીમાંથી... "આદિએ દોડવાની સ્પીડ થોડી ધીમી કરી અને કે. કે. તેના સુધી પહોંચી ગયો. કે. કે. પોતાની સ્પીડ કંટ્રોલ કરે એ પહેલાં જ તે આદિ સાથે અથડાયો અને બંને નીચે પડ્યા. કે. કે. એ આદિના હાથમાંથી એન્વેલપ ખેંચી લીધું અને બંને હસી પડ્યા... ખડખડાટ... કે. કે. નુ હાસ્ય હજી ચાલુ હતું પણ