લહેરોનો મધુર અવાજ ,સૂર્યાસ્તના રમણીય દશ્યો અને નરમ રેતનો અહેસાસ કંઈક અલગ જ અનુભવ કરાવે છે. દરિયાકિનારાના આ મનમોહક આકર્ષણને માણતો પૃથ્વી ગિટાર લઈને ક્ષિતિજ ને જોઈ રહ્યો હતો. એટલામાં જ પૃથ્વીને પોતાના નામની બૂમ સંભળાય છે. પૃથ્વી એ અવાજની દિશામાં જાય છે. દરિયાકિનારે પહોળુ વિશાળ સ્ટેજ. સ્ટેજ પર ભાતભાતના વાજિંત્રો અને એ વગાડનારાઓનો એકસરખો વેશપરિધાન. પૃથ્વી સ્ટેજના પગથિયા ચડે છે. પૃથ્વીને જોતા જ ત્યાં રહેલા યુવાન અને યુવતીઓ એક હર્ષની, આનંદની, ઉત્સાહની લાગણીથી ચિચિયારીઓ પાડવા લાગ્યા. પૃથ્વી શર્ટ કાઢી ગિટાર વગાડવા લાગ્યો. પૃથ્વીએ શર્ટ કાઢ્યું એટલે ફરી યુવાનો અને યુવતીઓએ હર્ષની ચિચિયારીઓ અને સીટી વગાડી.I Love You All.....दोस्तों,