મારો જુજુ..... યાદો ના સાગર માં ડૂબકી લાગવાનું મન કોને ના થાય? જ્યારે યાદો નો સાગર ઘૂઘવે છે ને વિચારો નું મંથન ચાલુ થાય ને ત્યારે અમૃત જેવી કેટલીક મીઠી યાદો પણ બહાર આવે છે ને ઝેર લાગતી દુઃખભરી યાદો પણ.!! યાદો તો બસ આપના મન ના કોઈ ખૂણામાં સચવાયેલી પડી હોય છે એક ખજાના ની જેમ. આપણે તેને કિંમતી વસ્તુ ની જેમ સાચવી રાખીએ. યાદો કોઈક વાર પેઇનકિલર પણ બને ને પેઇનમેકર પણ. યાદો તો કોઈક વાર દુઃખ માં પણ હસાવી જય ને કોઈક વાર સુખ માં દુઃખ નું કારણ બની જાય છે.