લંકા દહન - 9

(21)
  • 2.7k
  • 1
  • 1.3k

જગદિશાનંદને તેના સત્ય અને કરુણા જેવા ગુણોને કારણે વોચ નીચે રાખવામાં આવતો જ હતો. પણ તેના મિત્ર મહર્ષિ રમણે જે રીતે કોઈ ભક્તની છોકરીઓને સેવિકા બનતી અટકાવવાની તજવીજ હાથ ધરી હતી એ પછી તેની તમામ સત્તાઓ આંચકી લેવામાં આવી હતી. જગદીશની અનેક કાકલૂદીઓને અંતે એને જીવતદાન આપવામાં આવ્યું હતું પણ મહર્ષિ જેવા લોકો આશ્રમમાં વધતા જાય તો પોતાનું આ અમ્પાયર ખતરામાં આવી પડે,એમ સમજી અધિપતિએ મહર્ષિનું કાસળ કાઢી નાખવાનો આદેશ આપી દીધો હતો. ત્યાર બાદ કોઈ ભક્તના ટાપુ પર જીવનના પાઠ (!) ભણાવવા ચાલ્યા ગયા હતા. જ્યારે પણ આવા ટાપુ પર અધિપતિ મહારાજ વેકેશનમાં હોય ત્યારે એકમાત્ર હોટલાઈન તેમના સંપર્ક