પ્રવાસ-એ ધોરણ દસનો - 5

(11)
  • 6.4k
  • 4
  • 2.2k

પ્રકરણ - ૫ પ્રવાસની સવાર અને બસમાં પ્રવાસના દિવસની સવાર થઈ. એલાર્મ વાગ્યું,ટીક... ટીક...ટીક... મેં બંધ કર્યું. પાછો ઊંઘી ગયો. પંદરેક મિનિટ પછી તંદ્રાવસ્થામાં પ્રવાસ યાદ આવ્યો. પછી તો ફટાફટ એકબાજુ પાણી ગરમ મૂક્યું, બ્રશ કર્યું. નાહવા જતા પહેલા વિચાર આવ્યો, આવી થાળીમાં કોણ નાહવા જાય, હાથ-પગ મોં ધોઈ લઉં પણ પ્રવાસને યાદ કરીને કાળજું કઠણ કરીને નાહી લીધું. શિયાળામાં ગરમ પાણીથી નાહવાની મજા આવે, પણ નાહવા પછી જે ઠંડી લાગે એ ભારે