સત્યની કેટલીક શરતો હોય છે, કે બોલનારે ખરેખર સત્ય બોલવું અને સાંભળનારે ગમે તેવો આઘાત લાગે તે સ્વીકારીને સામેની વ્યક્તિને માફ કરી દેવી. હકિકતમાં સત્ય મોત જેવું છે. આપણે મૃત્યુને જેટલી સહજતાથી સ્વીકારી નથી શકતા તેટલી જ સહજતાથી સત્યને પણ સ્વીકારી નથી શકતા. તેનાથી બચવાના કે દૂર રહેવાના બહાના કરતા હોઈએ છીએ. ‘મૈં સચ કહુંગી મગર ફીર ભી હાર જાઉંગી વો ઝૂટ બોલેગા ઔર લા-જવાબ કર દેગા.’ માનવ સ્વભાવ અને સત્ય વિશે પરવિન શાકિરનો આ ખૂબ જ સુંદર શેર છે. થોડા સમય પહેલાં અજય દેવગનની દ્રશ્યમ નામની એક ફિલ્મ આવી હતી તેમાં સમીર નામનો એક યુવાન લાપતા થાય