6. બેંકને બના દી જોડી તે બેંકનાં પગથિયાં ચડી અને આમ તેમ ડાફોડીયા મારવા લાગી. બહાર જોરદાર વરસાદ પડતો હતો. તે પલળતી પલળતી આવી હતી. ભીના વાળની લટો પરથી પાણી નીતરતું હતું. દેહ પરથી પણ. કપડાં શરીરે ચોંટી ગયાં હતાં એટલે સુડોળ દેહ્યષ્ટિ સહુનું ધ્યાન ખેંચતી હતી. ચોકીદાર કમ પીયુને તેને નીતરતી છત્રી રાઇટિંગ ડેસ્ક નજીક રાખવા કહ્યું. તેણીએ કહ્યું ‘પૈસા ભરવા છે. ક્યાં જવું?” ચોકીદારે તેને ડેસ્ક પર બાંધેલી પેન અને સ્લીપ બતાવી. તેણીએ બાજુમાં બીજું કઈંક ભરતા યુવકને, લાચારી ભર્યું મુખ કરી આ કેમ ભરવી તે પૂછ્યું. તે યુવક તો ખુશખુશાલ! સ્લીપ ભરી આપી અને તેણી કેશ ભરવાની