હું ધીમે ધીમે દીવાલનો ટેકો લઇ દરવાજાની નજીક ગઈ. મેં મારા એક હાથની હથેળીને દીવાલ સાથે ટેકવેલ રાખી હતી અને બીજા હાથને દરવાજા પર જેથી હું ચક્કર આવી મારું સમતોલન ગુમાવું તો પણ દીવાલ અને દરવાજાને સહારે જમીન પર બેસી શકું. કોઈ નકામો અવાજ ન થાય અને બહાર ઉભેલી વ્યક્તિને ખબર ન પડે કે હું અંદરથી એના પર ધ્યાન રાખી રહી છું. જો કે હાલ તો એમ જ લાગી રહ્યું હતું કે હું એના પર કોઈ કાળે ધ્યાન રાખી શકું તેમ ન હતી અને એ મારા પર નજર રાખી રહ્યો હતો એ દેખીતી ચીજ હતી. મેં સ્લાઈડ કરીને