બેઈમાન - 6

(243)
  • 10k
  • 17
  • 6.8k

દિલીપે બારણાં પાસે એકઠા થયેલા લોકોને દુર ખસવાનું કહ્યું. પછી તે આજુબાજુમાં નિરીક્ષણ લાગ્યો. ગ્રાઉન્ડ ફ્લોર પર કુલ બે ફ્લેટ હતા. જેમાંથી એક ફ્લેટમાં માધવીનો મૃતદેહ પડ્યો હતો. ‘આ ફ્લેટ કોનો છે?’ દિલીપે એકથી થયેલી ભીડને ઉદ્દેશીને બીજાં ફ્લેટ તરફ સંકેત કરતાં પૂછ્યું. ‘મારો છે...!’ એક યુવાને આગળ આવતા કહ્યું, ‘પણ આપ કોણ છો?’ ‘હું પોલીસખાતા સાથે સંકળાયેલો છું.’ દિલીપ બોલ્યો. પોલીસનું નામ સાંભળીને યુવાન મનોમન સાવચેત થઇ ગયો.