કચ્છ પ્રવાસ ભાગ 530 12 2017 શનિવારઆજે સવારે ઉઠવામાં મોડું થયું ધરમશાળાના પાછળના ભાગમાં ભચાઉનું રેલ્વેસ્ટેશન અને આગળ ભચાઉ સામખીયાળી હાઇવે આવેલો છે. એટલે આખી રાત ટ્રકોના અને ટ્રેનના હોર્નના અવાજ આવ્યા કરતાં હતા એટલે રાત્રે ઊંઘ બરાબર ના આવી. ઊઠીને સૌપ્રથમ ગીઝર ચાલુ કરી દીધું એટલે પાણી ગરમ થવા માંડે. ફટાફટ તૈયાર થઈને ગાડીમાં બધાં ગોઠવાઈ ગયા. સવારે ૮:૧૫ વાગે ધોળાવીરાના રસ્તે નીકળી પડ્યા. લગભગ ત્રણેક કિલોમીટર પછી હોટેલ લોધેશ્વરની બાજુમાં જમણી બાજુએ એક ફાંટો પડે છે. સીધો રસ્તો ભુજ જાય. જ્યાંથી અમે કાલે આવ્યા હતા. જમણી બાજુ ૧૫ કીલોમીટરના અંતરે ખરોઈ ગામ આવે છે. ખરોઈ ગામ થી ભરુડીયા