સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૪

(29)
  • 3.4k
  • 4
  • 1.5k

            કરિશ્મા રોજની જેમ વહેલા ઉઠી ગઈ અને જલ્દી તૈયાર થઇ યુવિકાના ઘરે પહોંચી. યુવિકા પણ પહેલેથી જ તૈયાર થઈને બેઠી હતી. "ઓહ, આવ કરિશ્મા તું બહુ જલ્દી પહોંચી ગઈ.." "હા યાર, હવે તારી ઇવેન્ટસમાં કામ કરવાની એટલી મજા આવે છે કે હું કામની આતુરતાથી રાહ જ જોતી હોઉં છું." "ગુડ ડિયર, જાણીને ખુશી થઇ.." "સારું તો કરિશ્મા આપણો નેક્સટ પ્લાન હવે દુબઇમાં પ્રોગ્રામ કરવાનો છે. કાલે જ અર્ઝાન ગયો. એને કહ્યું છે કે દુબઇ ઇવેન્ટ રાખું તો આવી જજે.." યુવિકા અર્ઝાનનું નામ લઈને થોડા પ્રેમ ભર્યા અવાજથી બોલી. કરિશ્માના ચહેરા પર પણ હળવું સ્મિત