ભેદી ટાપુ - ખંડ બીજો - 12

(270)
  • 11.7k
  • 14
  • 6.6k

સાંજે શિકાર કરીને બધા પાછા ફર્યાં. બધાને ખૂબ મજા પડી હતી. શિકાર પણ ખૂબ મળ્યો હતો ચાર માણસો ઉપાડી શકે એટલી સામગ્રી પ્રાપ્ત થઈ હતી. “માલિક,” નેબ બોલ્યો, “કોઠારના ઓરડામાં સંગ્રહ કરવા જેવું ઘણું મળ્યું છે પણ મને મદદની જરૂર પડશે. પેનક્રોફ્ટ, તમે મદદ કરશો?” “ના,” ખલાસીએ જવાબ આપ્યો. “હું વહાણ બાંધવાના કામમાં રોકાયેલો છું.” “હર્બર્ટ તમે?” “ના,” હર્બર્ટે જવાબ આપ્યો, “મારે કાલે સવારે પશુશાળાએ જવાનું છે.” “તો પછી સ્પિલેટ, તમે?” “હા, હું તને મદદ કરીશ.”