આવો તે કોઈ સવાલ હોઈ! ઓફીસ જવાનું મોડું નથી થતું હવે?!આ લે તારું ટિફિન...ને હવે જા તો સારી વાત છે.. કેતકી એ વિનય ના હાથ માં ટિફિન આપતા કહ્યું. વિનય ત્યાં થી હલવાનું નામ નો'તો લેતો .... એ બસ એક જ વાત ને ગાંડા ની જેમ વાગોળ્યા કરતો હતો. કેતકી એને દરવાજા સુધી બે વાર નાના બાળક ની જેમ હાથ પકડી ને મૂકી આવી...પણ વિનય ફરી ઘર માં આવી ગયો. વિનય બોલ્યો, ખબર નહિ પણ આજે તને છોડી ને જવાનુ મન નથી થતું...કેતકી મારા સવાલ નો જવાબ આપી દે...હું ખુશી-ખુશી ચાલ્યો જઈશ. કેતકી એ હળવે થી અટ્ટ-હાસ્ય વેર્યું. ધીમે