મુખ્યમંત્રી સહિત બધાં સન્માનીય મહેમાનો હોલમાં એમની જગ્યાએ બેસી ગયાં હતાં. કાર્યક્રમ ચાલુ થવાની ઘડી આવી ગઇ હતી. હોલમાં આછી લાઇટો સિવાય બાકીની લાઇટો બંધ થઇ ગઇ હતી. હોલનાં સ્ટેજ ઉપર ઝળહળતું અજવાળું થઇ ગયું હતું. અને રંગમંચનો પડદો ખૂલવા સાથેજ એક મીઠો અવાજ ગૂંજી ઉઠયો. ગણપતિ સ્તવન અને સરસવતી સ્તુતિની રજૂઆત થઇ રહી હતી. શ્રોતાઓનાં કાનમાં મીઠો મધુર અવાજ પ્રસરી રહ્યો હતો. રંગમંચ ઉપર ધીમે ધીમે પ્રકાશની તીવ્રતા વધી રહી હતી અને ગુરુ મલ્લિકાસ્વામી એમનાં સાજીંદાઓ સાથે સ્પષ્ટ દેખાઇ રહ્યાં હતાં. અને કર્ણપ્રિય સ્તુતિ ગાનાર યુવતીનાં મુખ પર આનંદની આભા જણાઈ રહી હતી. રંગમંચ પર ગાઇ રહેલી