કેબલ કટ, પ્રકરણ ૩૬

(86)
  • 3.1k
  • 5
  • 1.5k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૬મેઘા રડતા રડતા બોલી "સર, હું બધુ કહુ છું. હું કંઇપણ જુઠ્ઠુ નહીં બોલું." ઇન્સપેક્ટર વીણાએ પાણીનો ગ્લાસ મેઘાને પીવા માટે આપ્યો અને ધીમા સ્વરે કહ્યું, "શાંત થઇજા પછી આખી વાત શાંતીથી જણાવ અમને."મેઘા પાણી પીને થોડી સ્વસ્થ થઇ મોહિતની સામે જોઇને ધીમેથી હાથ જોડીને બોલી, "સર, મોહિત નિર્દોષ છે. તેણે કોઇ ગુનો નથી કર્યો. સર, મેં જે કંઇ કર્યુ તે ભલે કાયદાની રીતે ગુનો હોય પણ મેં એક નરાધમ વ્યકતિને તેના કુકર્મોની સજા આપી છે. મેં મારી બહેન અને બીજી ઘણી સ્ત્રીઓની જીંદગી ખરાબ થતાં અટકાવી છે. મેં મારી જાનના જોખમે