કોણ છે? - શોર્ટ હોરર સ્ટોરી

(119)
  • 26.7k
  • 6
  • 4.4k

સૂરજ આથમી રહ્યો હતો અને મોડી સાંજ થઈ ગઈ હતી. પંખીઓ પોતાના માળા તરફ જઈ રહ્યા હતા. ધીમો પવન વહી રહ્યો હતો ઝાડ-પાન ધીમે ધીમે ડોલી રહ્યા હતા. આમ પણ ગામડાઓમાં સાંજ થોડી વહેલી પડે છે. અંધકારે પોતાનું સામ્રાજ્ય ફેલાવાનું શરૂ કરી દીધું હતું. કૃતિ ઝડપથી ઘર તરફ પગ ઉપાડી રહી હતી. તેને આજે ઘરે આવતા થોડું વધારે મોડું થયું હતું. તે શહેરમાં એક ક્લિનિકમાં નર્શ હતી. ગામ તરફ જતો એક માત્ર રસ્તો હમણાં સુમસામ ભાસતો હતો. ગામ આમપણ નાનું જ હતું દિવસે માંડ થોડા વાહનો આવતા તે પણ ગામના લોકો જ મૉટે ભાગે. સાંજ પડ્યે સૌ પોતાના ઘેર ભેગા થઈ