નો રીટર્ન-૨ ભાગ-૬૦

(351)
  • 7.6k
  • 23
  • 4.9k

નો રીટર્ન-૨ ભાગ-૬૦ ક્લારા સ્તબ્ધતાથી પ્રોફેસરનાં નિષ્પ્રાણ દેહને તાકી રહી. તેની આંખોમાં શૂન્યતાં છવાઇ હતી. હદય વલોવાતું છતાં જાણે અંદરથી કોઇક રોકી રહયું હોય એમ તે કઠણ કાળજું કરીને ઉભી હતી. તેણે રડવું હતું... છાતી ફાડીને ભયાવહ રૂદન કરવું હતું, છતાં પોતાનાં એ આક્રોશને તેણે દબાવી રાખ્યો હતો. તે જાણતી હતી કે જે રસ્તે તેઓ ચાલતાં હતાં, વહેલાં મોડા ક્યારેક તો તેમનાં બધાનાં આવા જ હાલ થવાનાં હતાં. એ માટેની માનસિક સજ્જતા તેણે નાનપણથી કેળવી હતી, પરંતુ પ્રોફેસર આખરે તેનો પિતા હતો. અને કઇ દિકરી પોતાનાં પિતાનાં મ્રૃત્યુ બાદ સંયમ રાખી શકે..! આખરે એક લાંબી ખામોશી બાદ તેની