ખુમારી-૧ -

(61)
  • 3.4k
  • 6
  • 1.2k

ઉનાળાના કાળઝાળ દિવસો હતાં. મધ્યાહ્ન બરાબરનો જામ્યો હતો. ભીષ્ણ તાપ વૃક્ષોના છાંયડે બેઠેલાઓનેય ઉકળાવીને અકળાવી રહ્યો હતો. આવી ગરમીમાં પંખીઓ જેમ નીડમાં ભરાઈ પડ્યા હતાં એવી જ રીતે લોક ઘરમાં ને વળી ઓસરીમાં આડા પડ્યા હતાં. સોસાયટીમાં નીરવ શાંતિ પ્રસરી રહી હતી. ક્યાંકથી ખોટકાયેલ પંખાનો કીચૂડ કીચૂડ અવાજ કાને પડતો જણાતો હતો. એવામાં એ ઊકળતા બપોરે મારા ઘરની ખડકી ખખડી. એ સાથે જ મારી અને મારા બાળકની આંખ ઊઘડી. ભરબપોરે નીંદ હરામ થતી જોઈ આંખ ચોળતો હું બહાર આવ્યો. મનમાં કંઈક ન સમજાય એમ બબડ્યોય ખરો. મેં