રુદ્રાક્ષ

(38)
  • 3.1k
  • 8
  • 816

રુદ્રાક્ષઆચાર્યજી હાથમાં લઈ હળવેથી હાથ ફેરવતા.આતો અલભ્ય એક મૂખી રુદ્રાક્ષ. પણ આતો એજ. આ યુવાન પાસે કયાંથી આવ્યો. મનમાં 'ના! આ એ ન હોય શકે..એતો વર્ષો પહેલાં દુનિયા છોડી જતી રહી.. તો આ રુદ્રાક્ષ..તો આ કયાંથી ? ઓહ! આ યુવાનનો ચહેરો તો ગૌરી જેવો જ.. આ ભાવવહી આંખો. બોલવાની લઢણ પણ ગૌરીને મળતી જ. આટલી બધી સામ્યતા?ઓહ ! આ એજ મારો.... ના! એ ભેદ ખૂલી જાય તોઆટલા વર્ષોથી બનાવેલી પ્રતિષ્ઠા અને આબરુ પર પાણી ફરી વળશે..એ નબળી ક્ષણ મન પર હાવી ન થઈ હોત કે એ સમયે જો સંયમ રાખી શક્યો હોત તો..આ દિવસનો સામનો ન કરવો પડત. પણ આ