બેઈમાન - 4

(251)
  • 12.9k
  • 14
  • 8k

સાંજનો સમય હતો. દિલીપે, શાંતાના જન્મદિવસની ખુશાલી રૂપે તેના ઘેર એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં અમુક ખાસ માણસોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં તાજેતરમાં જ મુંબઈથી બદલી થઈને આવેલો ઇન્સ્પેક્ટર ખાન, ઇન્સ્પેક્ટર વામનરાવ અને સબ.ઇન્સ્પેક્ટર અમરજી જેવાનો સમાવેશ થતો હતો. ઇન્સ્પેક્ટર ખાન બઢતી પામીને વિશાળગઢનો નાયબ પોલીસ કમિશ્નર તરીકે મોકલવામાં આવ્યો હતો. ખાને પોતાની કારકિર્દીની શરૂઆત કોન્સ્ટેબલ તરીકે કરી હતી અને માત્ર દસ વર્ષના ગાળામાં જ એક પછી એક શિખરો સર કરતો આજે તે વિશાળગઢનો નાયબ પોલીસ કમિશ્નર બની ગયો હતો. તે એક ખુબ કર્તવ્યનિષ્ઠ અને બહાદુર માણસ હતો અને સાથે સાથે નાગપાલની કાર્યવાહીનો પ્રસંશક પણ હતો. દિલીપ તથા ખાન અગાઉ ઘણી વખત મળી ચુક્યા હતાં. ખાન જે કંઈ કરતો-કહેતો એ ડંકાની ચોટ પર કહેતો હતો. દિલીપ અને ખાન બંને સરખી વયના હોવાથી એકબીજાને એકવચનમાં સંબોધતા હતાં.