સુખી અને આનંદી જીવન

(20)
  • 6.3k
  • 4
  • 1.9k

આપણું જીવન વિરોધાભાસોથી ભરેલું છે, છતાંય સુંદર છે. જ્યાં દુઃખ છે ત્યાં સુખ પણ છે, અશ્રુઓ છે ત્યાં હાસ્ય પણ છે વિરહ છે ત્યાં મિલન પણ છે પાણી છે ત્યાં અગ્નિ, જ્યાં ગરમી છે ત્યાં ઠંડી પણ છે, ઉદાસી છે ત્યાં પ્રસન્નતા પણ છે, જીવન છે ત્યાં મૃત્યુ પણ છે. જીવન આપણે જીવવું પડે છે, દુઃખી થઈને કે સુખી થઈને. જીવ્યા વિના છુટકો નથી. તો પછી દુઃખી થઈને જીવવા કરતાં સુખી થઈને, આનંદથી કેમ ના જીવીએ? જીવન આપવું ઇશ્વરના અધિકારમાં છે, અને કેવી રીતે જીવવું એ આપણા હાથમાં છે. ખુશી,આનંદ કે સુખ, એ એક માનસિક સ્થિતિ છે, જ્યાં ઉદાસી કે