સંધ્યા સૂરજ - પ્રકરણ - 2

(195)
  • 6.8k
  • 10
  • 3.5k

હું એક અંધારી કોટડીમાં બંધ હતી. હંમેશા વીજળીના ઉજાસમાં રહેવાને લીધે આપણે કદાચ ભૂલી જ ગયા છીએ કે અંધકાર કેટલી ભયાનક ચીજ છે? કદાચ મને પણ એ બાબત ત્યારે જ સમજાઈ કે અંધકાર અને ઉજાશ વચ્ચે કેટલો મોટો તફાવત છે? કહે છે ને દિવસ રાતનો તફાવત. દિવસ અને રાતના તફાવતનું ઉદાહરણ સૌથી મોટું ઉદાહરણ કેમ કહેવાય છે એ મને ત્યારે સમજાયું. મને ચોક્કસ ખ્યાલ ન હતો હું કયા સ્થળે હતી. મને એ પણ ખબર ન હતી કે હું અહી કઈ રીતે પહોચી હતી. મને અહી કેમ ગોંધી રાખવામાં આવી હતી એ પણ મારા માટે વિચારવાનો વિષય હતો. હું