ઘરમાં રહેલું બાળક બોલે નહીં, તોફાન ન કરે, રમવા ન જાય, આખો દિવસ મેનર્સનું પુંછડું પકડીને ફરતું રહે. આપણે કઈ પેઢીનો વિકાસ કરી રહ્યા છીએ. આવી હરિફાઈ કે વિકાસને શું ચાટવાના. મારું બાળક એવરેજ છે તેના 80 ટકા આવે છે, તેને મ્યૂઝિકમાં રસ નથી, તે સ્વિમિંગ કે અન્ય કોઈ સ્પોર્ટ્સમાં જતું નથી પણ હા તેને દરરોજ રમવા જોઈએ છે. આ વાત સહન થતી જ નથી. તમારા બાળકમાં ટેલેન્ટ કેટલું ? તે કેટલો સારો ડાન્સ કરી શકે? કે પછી તે કેટલી સારી એક્ટિંગ કરી શકે અથવા તો તેનું સિંગિંગ સારું છે? તેને સ્વિમિંગ આવડે છે કે નહીં, તેને સ્પોર્ટ્સમાં કેટલો