પોતાના ફોનને પીગળતો જોઈને કાવ્યા આવાચક થઈ ગઈ હતી. કાળાજાદુ વિશે એણે સાંભળ્યું હતું, વાંચ્યું હતું પણ નજરે આજ પહેલીવાર જોયું હતું. “ઓહ ગોડ! હું તને એજ કહેવા જતો હતો કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર બહું ભરોશો નહીં કરવો.” શશાંક કાવ્યાને સાંત્વના આપતાં બોલ્યો, “પાંડવગુફા જવાનું સહેલું નહિ જ હોય. તું હવેલી પર જ રહેજે હું એકલો ત્યાં જઈ આવીશ.” “કેમ? તને કોઈ વરદાન મળેલું છે, કે પછી એ અઘોરીઓ તારા કુંટુંબીજનો છે?” કાવ્યા ચીઢ કરીને બોલી.“વરદાન તો નથી મળ્યું પણ ઘણી ચુડેલ સાથે પનારો પડ્યો છે એટલે હવે એની સાથે ડીલ કરવાની ફાવટ આવી ગઈ છે.” શશાંક હસી પડ્યો.કાવ્યાએ એના