ચોકીદારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરાવીને વામનરાવ ભોળારામની રાહ જોવા લાગ્યો. ડોક્ટર તથા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટનું કામ પૂરું થઇ ગયું હતું તેથી તેઓ ચાલ્યા ગયા હતાં. ઓફિસમાં હવે ફક્ત વામનરાવ, મહાદેવ જ બાકી રહ્યા હતાં. અડધા કલાક પછી ભોળારામ પાછો ફર્યો. મોહનલાલ બીજી ચેમ્બરમાં બેઠો હતો. વામનરાવે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. ‘સાહેબ...!’ એની નજરનો અર્થ સમજીને ભોળારામ બોલ્યો, ‘અજીત ઘેર નથી.’ ‘શું ?’ વામનરાવે પૂછ્યું, ‘એ ક્યાં ગયો છે તેના વિશે તે ઘરના લોકોને પૂછ્યું નથી?’