આછા અજવાસથી હોલ ખચાખચ ભરેલો હતો. સાહિત્ય રસિકો જુદા જુદા વિસ્તાર, શહેર, ગામ, દેશથી લ્હાવો ઉઠાવવા ઉપસ્થિત હતા. સ્ટેજ પર મોટા મોટા બેનર્સ લગાવેલા હતા. કાર્યક્રમનું નામ સાહિત્યને સથવારે રાખવામાં આવ્યું હતું. ટાઉનહોલનું પાર્કિંગ ગાડીઓથી ખચાખચ ભરેલું હતું. વાઈટ કલરની બી.એમ.ડબ્લ્યુ ઝડપથી ટાઉનહોલના મેઈન ગેટથી અંદર પ્રવેશી. સિક્યોરિટી એ ખાલી રહેલી જગ્યા તરફ એ ગાડીને બહારથી ઇસારો કર્યો. ગાડી ઝડપભેર પાર્કિંગ એરીઆમાં પ્રવેશી. થોડીવાર બાદ ગાડીનો દરવાજો ખુલ્યો. ગાડી માંથી એક હેન્ડસમ , ચાર્મિંગ લુક વાળો વ્યક્તિ બહાર આવ્યો. સ્પાઇક હેર, આંખો પર રેયબેનના ગોગલ્સ, વાઈટ ડેનિમ પ્લેન શર્ટ, નેવી બ્લુ શૂટ, બાટાના બ્લેક ફોર્મલ શૂઝ, હાથમાં ઓમેગા વોચ એની