કચ્છ પ્રવાસ 4

(18)
  • 10.8k
  • 6
  • 2.5k

કચ્છ પ્રવાસ ભાગ 4૨૯/૧૨/૨૦૧૭ શુક્રવારકાળો ડુંગર ભુજ થી 97 કિ.મી.ના અંતરે આવેલું છે. કાળો ડુંગર કચ્છ જિલ્લાનું સૌથી ઊંચુ સ્થળ છે જે 458 મીટર જેટલું ઊંચું છે. તે પાકિસ્તાનની બોર્ડરથી એકદમ નજીક છે. ટોપ ઉપર લશ્કરી કેમ્પ આવલો છે. કાળો ડુંગર ૪૦૦ વર્ષ જૂના દત્તાત્રેય મંદિર માટે પ્રચલિત છે. પૂર્વજો કહે છે કે ભગવાન દત્તાત્રેય અહીં રોકાયા હતા અને પોતાનું શરીર ભૂખ્યા શિયાળોને ખવડાવવા માટે ત્યજી દીધું હતું. લખ ગુરુ નામના ભગવાન દત્તાત્રેયના એક ભક્ત પણ પોતાના અંગો ભૂખ્યા શિયાળોને ત્યજી દીધા હતા. તેઓ કહેતા હતા કે, “લે અંગ”. ત્યારબાદ સદીઓથી આ જગ્યા “લૌગ” નામે પ્રચલિત થઇ. આ જગ્યાને “લોંગ