દીપા સુંદરી

(37)
  • 3.4k
  • 4
  • 1k

એનું નામ તો દિપક હતું પણ અમે બધા મિત્રો તેને દીપા કહી સંબોધતા હતા. દીપા કહેતા જ દિપક બિચારો બહુ ચિડાતો હતો. જો કે એનું પણ એક કારણ હતું. દીપા નામની એક સુંદર અને તીખા મિજાજની છોકરી અમારી સાથે અભ્યાસ કરતી હતી તેમજ અમારી સાથેજ કોલેજ જવા બસમાં અપડાઉન કરતી હતી. અમારા મિત્રમંડળમાં બધાંઓને એ ગમતી હતી, બધા તેની એક નજર પર ફિદા થતા પણ કોઈ તેને બોલાવવાની હિંમત કરતા નહિ. એક દિવસ અમારામાંનો એક મિત્ર સુરેશ બસ આવતાજ ભીડના કારણે જગ્યા રોકવા માટે બસની બારી વાટે સીટ પર તેનો રૂમાલ રાખી સીટને પોતાના બેસવા માટે અનામત કરી. બાદમાં તે બસમાં ચડ્યો