હવસ :-IT CAUSE DEATH-ભાગ 14 પ્રભાતની હત્યાનો સૌથી પહેલો સંદિગ્ધ આરોપી સલીમ સુપારી ને અર્જુને જીવ નાં જોખમે પકડી લીધો હતો..સલીમે પોલીસની પુછતાજ માં પોતે પ્રભાત પર સ્નાયપર ગનનો ઉપયોગ કરી ગોળી ચલાવવાની વાત કબુલી લીધી હતી..હવે અર્જુન ને એ જાણવું હતું કે આખરે પ્રભાત પંચાલની હત્યા માટેનો કોન્ટ્રાકટ સલીમ ને આપનાર વ્યક્તિ કોણ હતો..? "પણ,સાહેબ મને એ વ્યક્તિનું નામ ખબર નથી જેને પ્રભાતની હત્યા કરવાનો કોન્ટ્રાકટ મને આપ્યો છે.."ઘીમા અવાજે ખચકાતાં-ખચકાતાં સલીમે કહ્યું. "અમારાં કપાળ પર તને કંઈ લખેલું દેખાય છે..?તને એ વ્યક્તિનું નામ ખબર નથી જેને તને પ્રભાતની હત્યા માટેનો કોન્ટ્રાકટ આપ્યો.."અર્જુને પોતાનાં હાથનું વજન