ટાઈમ ગેમ

(15)
  • 4.8k
  • 4
  • 1.8k

“ટાઈમ ગેમ” વિજ ઉત્પાદિત વાતાનુકૂલિત વાતાવરણ સાથે ઓક્સિજનનું ઉત્પાદન કરતું યંત્ર મારા મકાનની છત ઉપર લાગેલું. ડાયનીંગ ટેબલ ઉપર બેસી હું એ યંત્રને તાકીતાકીને જોઈ રહ્યો, અને વિચારોમાં પડી ગયો કે હું ક્યાં આવી ગયો? અચાનક મને કોઈ વિચાર આવ્યો. હું અલમારી તરફ ગયો. અલમારીના દરવાજા ઉપર લાગેલું બાયોલોજીકલ લોક મારા ડાબા હાથના અંગુઠાથી ખોલ્યું. મેં સાચવીને રાખેલી એ લાકડાની પેટીને ફરી નીરખીને જોયું. અંદરથી એક નિસાસો નીકળી ગયો, એ પેટી ખોલી એ યંત્રને હું જોતો રહ્યો. કંઇક ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો. મારા પામસેલની ઘંટડી વાગી. હથેળીમાં લાગેલા પામસેલ ને મેં “હેલ્લો વિડીયો” ના ઉચ્ચારણ સાથે સંચાલિત કર્યું.