આરોહી ના મોબાઇલ પર એક મેસેજ આવ્યો. એ મેસેજ બીજા કોઈ નો નહિ પણ હતો કિર્તન નો. મેસેજ હતો "Hi". આરોહી મેસેજ જોઈને પેલા તો વિચારવા લાગી કે આ અજાણ્યો નંબર કોનો હશે. પછી આરોહી એ જવાબ મા Hi કહેવાને બદલે પુછયું "તમે કોણ!! " કિર્તન: હું કિર્તન. તારો ક્લાસમેટ. પેલા તો બે સેકન્ડ આરોહી વિચારમાં પડી ગઈ કિર્તન કોણ. પછી અચાનક જ યાદ આવ્યું અને એ પ્રતિભાવ મેસેજ માં પણ લખાઈ ગયો. "ઓહ!! મિસ્ટર ટોપર!!".કિર્તન: " હા, પણ એમાં આટલી આશ્ચર્યચકિત કેમ થઇ ગઈ?? "આરોહી: "અરે, મિસ્ટર ટોપર મને મેસેજ કરે તો નવાઇ લાગે જ ને. "કિર્તન જરાક મલકાઈ રહ્યો હતો "કેમ!!