હતી એક પાગલ..!!:-ભાગ 7 દિલ તમને આપવાની મારી ક્યાં ના છે .. !! લાગણીઓને માપવાની મારી ક્યાં ના છે .. !! તું પ્રેમ આપે કે ઝખ્મો ની ભેટ .. !! જે મળે તે સ્વીકારવાની મારી ક્યાં ના છે .. !! તારી ખુશી માંજ મારી ખુશી રહેલી છે .. !! તું જીતે દાવ તો હારવાની મારી ક્યાં ના છે .. !! સોમનાથ થી સવારે નીકળી લક્ઝરી સીધી દિવ પહોંચી ગઈ..દિવ ની સફર એ એમની ટુર નો આખરી દિવસ હતો.દિવ નો રમણીય નજારો જોઈ દરેક સ્ટુડન્ટ મંત્રમુગ્ધ બની એને મનભરી આંખોમાં ઉતારી લેવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.બીજાં વિદ્યાર્થીઓ જ્યાં દિવમય બની