લક્ષ્ય

(21)
  • 2.9k
  • 9
  • 900

અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજનું કેમ્પસ વિદ્યાર્થીઓનાં કોલાહલથી ગાજી રહ્યું હતું. દરેકની નજર મંડપની ઉપર ફસાઈ ગયેલા અને ત્યાંથી બહાર નીકળવા હવાતિયા મારતાં ગલુડિયા પર ટકેલી હતી. કૉલેજનાં ત્રિકોણાકાર કેમ્પસમાં રાત્રિ દરમિયાન સુર,તાલ અને લયનો ત્રિવેણી સંગમ ધરાવતો કાર્યક્રમ 'સપ્તક' રાખેલો હોવાથી જાન્યુઆરી મહિનાની હાડ થીજવતી ઠંડીમાં શ્રોતાગણ ઠરી ન જાય તે માટે કેમ્પસને ચારેય બાજુથી અને ઉપર બીજા માળ સુધી કપડાથી ઢાંકી દેવામાં આવ્યું હતું. જયાં ગેલરીની થોડી જગ્યામાંથી નીકળી ને પેલું માસુમ ગલુડિયુ મંડપ ઉપર ફસાઈ ગયું હતું. કેટલાક વિદ્યાર્થીઓ આ ઘટનાને હંમેશા પોતાની કૉલેજકાળની યાદોમાં જીવંત રાખવા ફોટા પાડતા હતાં. તો કેટલાક વિદ્યાર્થીઓ પોતાની વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં