..... 15 મિનિટ પછી કરણ ઘરે પહોંચી ગયો અને જેવો સુઈ ગયો તે બીજે દિવસે સવારે જ જાગ્યો. પહેરેલા જ કપડામાં સુઈ ગયો એટલી ઊંઘ આવી એને..સવાર થઈ અને કરણ ઉઠવાને બદલે હજી સુઈ રહ્યો હતો. એની નાની બેન એને ઉઠાડવા આવી, અને મજાક મજાકમાં એ બોલી," ભાઈ ઉઠ! એ ભાઈ ઉઠ! તને ઓલી મળવા આયવી(આવી) છે!" કરણ તો એવો ઝાટકો લગાડી ને ઉભો થઇ ગયો કે જાણે એને ઈલેકટ્રીક કરન્ટ આપી દીધો હોય.એની નાની બહેન ત્રિશા એટલી જોરથી હસવા માંડી કે આખું ઘર એના હસવાથી ખુશ ખુશ થઈ ઉઠ્યું. અને સાથે બોલવા લાગી," ભાઈને ઓલી મળવા આવી... મળવા આવી..