સુનંદાબેને વાતની શરૂઆત કરી “નિશીથ દીકરા, મારા અને તારા પપ્પાની જિંદગીનો તું એકજ સહારો છે. અમે તને જીવથી પણ વધુ પ્રેમ કરીએ છીએ. પણ જે સત્ય છે તે તો તને અમારે કહેવુંજ પડશે. આ વાતથી અમારા તારી સાથેના સંબંધ કે તારી સાથેની લાગણીમાં કોઇ ફેર પડતો નથી. આતો માત્ર ઔપચારિકતા છે. હવે તું હવે મેચ્યોર થઇ ગયો છે એટલે અમારે તને આ સત્ય કહીજ દેવું જોઇએ.” આમ કહી તે થોડા રોકાયા. નિશીથ આમ ગોળ ગોળ વાતથી અકળાઇ રહ્યો હતો. સુનંદાબેન પહેલીવાર આમ વાતને ફેરવી રહ્યા હતા. અત્યાર સુધીમાં નિશીથનાં મનમાં તેની મમ્મીની સ્પષ્ટ વક્તા તરીકેની છાપ હતી. કોઇ પણ વાત