ભૂલો પડ ભગવાન...!

(11)
  • 2.1k
  • 2
  • 1.1k

ભૂલો પડ ભગવાન..! મને લાગે મારામાં પણ રાજકારણનો વાયરસ ભરાવાનો. ગાદી અને ખાદીના સ્વપ્ના આવતાં છે. દિલની દાતારી, ગુમડાની રૂઝ, ટાઢિયો તાવ, આ બધું અંદરથી આવે. ને રાજકારણનો વાયરસ ખુરશીમાંથી આવે. પછી જેવી જેવી ખુરશી તેવો તેવો વાયરસ..! કઈ દિશામાંથી, ક્યારે કેટલાં વોલ્ટનો એ ફૂંફાડો કાઢવાનો છે, એની આગાહી થોડી હોય ? ઉમરનો બાધ તો હોય નહિ. બીજું કંઈ નહિ ચાલતું હોય તો ચાલે, મોઢું ચાલવું જોઈએ. કયો ખેસ ધારણ કરે એના ઉપર તાકાત આવે. ભલે ને ‘વેન્ટીલેટર’ ઉપર કેમ ના હોય..? ટીકીટ મળવી જોઈએ, ચૂંટણી તો ખેલી નાંખે. ભૂત વળગજો, ચૂડેલ વળગજો,