સંભવામિ યુગે યુગે ભાગ ૧૭

(73)
  • 3.9k
  • 2
  • 2k

સોમ માતાપિતા ની રજા લઈને અમદાવાદ આવવા નીકળ્યો.તેના મનના પ્રશ્નોનું સમાધાન થવાને બદલે બીજા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. તેના મનમાં અપરાધ ની ભાવના એ ઘર કરી લીધું હતું. તેના કાનમાં હજી પણ સુમાલી એ કહેલા શબ્દો ગુંજી રહ્યા હતા વૈશ્રવણ પૌલત્સ્ય , રક્ષરાજ રાવણ . રક્ષ સંસ્કૃતિ નો જન્મદાતા. શું પોતે રાવણ નો અવતાર છે ? પોતાના કાળી શક્તિના પ્રત્યેના આકર્ષણ વિષે પણ પ્રશ્ન હવે માથું ઉચકવા લાગ્યો હતો. શિવ પ્રત્યેનો અનુરાગ , સંગીતપ્રેમ , કાળી શક્તિઓનું આકર્ષણ , વાંચનભૂખ અને શક્તિની લાલસા તેને એવો નિર્દેશ આપતી હતી કે તે રાવણ નો અવતાર નો હતો, પણ તેનું એક મન કહેતું હતું