પ્રતીક્ષા ૧૮

(131)
  • 5.6k
  • 10
  • 2.1k

“બેબ, એનું મર્ડર અમદાવાદમાં થશે, અહિયાં નહિ... કહાને તને કીધું નહિ? અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ રઘુભાઈ ભેગા ગયા છે અમદાવાદ...” રચિતના મોઢે આટલું સાંભળી તેના હોશ ઉડી ગયા પણ તેનું મગજ બમણી ઝડપે ચાલવા લાગ્યું. કોફીનો મોટો ઘૂંટડો ભરી તે અચાનક જ બોલી પડી“તું અત્યારે જ જુહુ આવ, આપણે અમદાવાદ માટે નીકળીએ છીએ.”“શું? કેમ... અ...ત્યારે...” રચિત આ જવાબ માટે તૈયાર નહોતો તેને સુઝ્યું જ નહિ કે તે આગળ શું કહે... તે ચુપચાપ ઉર્વા ના આગળના વિધાનની રાહ જોઈ રહ્યો ત્યાં જ ઉર્વા બરાડી ઉઠી“રચિત, તું આવે છે કે નહિ?”“હા, આવું છું... તું સામાન પેક કરી આવ... ઘરે જઈને.” તે થોથવાઈ રહ્યો