“કમ ઓન આદિ, જસ્ટ રીલેક્ષ યાર.”“વ્હોટ રીલેક્ષ?” આદિત્યની અકળામણ તેના અવાજમાં દેખાઈ આવતી હતી. પોતાના ઇમોશન્સને કાબૂમાં રાખવું હવે તેના માટે અશક્ય હતું. અને જ્યારે જાણ્યું કે કે.કે. શાર્પ 7:30 એ તેની ચેમ્બરમાં હતો પણ વિધાઉટ રિપોર્ટ્સ તો તે રીતસરનો ઉકળી ઉઠ્યો.આદિ નો ઉભરો શમી ગયો એટલે એ જ ચિર-પરિચિત સ્માઇલ સાથે કે.કે. એ આદિને શાંત પાડ્યો.“ યુ સી , કે. કે. ટાઈમ નો કેટલો પંક્ચ્યુઅલ છે! એમાં થયું એવું કે એક મીટીંગ કમ્પ્લીટ કરતા ઓફિસમાં જ સાત વાગી ગયા. અને ત્યાંથી અહીં સુધીનો રસ્તો કાપતા ગાડી અડધો કલાક તો લગાડે જ.અને હું રીપોર્ટ કંઈ બધે સાથે થોડો ફેરવતો હોઉં, કે